તુકારામ તથા રામદાસ

૧૭મી શતાબ્દીમાં તુકારામ તથા રામદાસે એક જ સમયકાળમાં ધર્મજાગૃતિનું વ્યાપક કાર્ય કર્યું. જ્ઞાનદેવ આદિ વારકરી સંપ્રદાયના અધિકારીઓ દ્વારા નિર્મિત ધર્મમંદિર પર તુકારામના કાર્યોએ જાણે કળશ બેસાડ્યો હોય એવું બન્યું હતું. પોથી પંડિતોના અનુભવશૂન્ય વક્તવ્યો તથા કર્મકાંડના નામ પર દેખાડવામાં આવતા ઢોંગનો ભંડો ફોડવાના કાર્ય કરવામાં તુકારામની વાણીને અદ્ભૂત ઓજ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત જે સાધક અવસ્થામાંથી એમણે પસાર થવું પડ્યું, તેનું એમના દ્વારા કરવામાં આવેલું વર્ણન પદ્ય સાહિત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

રામદાસનું સાહિત્ય પરમાર્થની સાથે સાથે પ્રાપંચિક સાવધાનીનું તથા સમાજસંગઠનનું ઉપાંગ ગણાય છે. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હોવાને કારણે એમના ચરિત્રની ઉજ્વળતા ખુબ જ વધી ગઇ. તેમ છતાં એમના દ્વારા પ્રયત્નવાદ, લોકસંગ્રહ, દુષ્ટોનું દમન ઇત્યાદિના સંબંધમાં આપવામાં આવેલા બોધના કારણે એમને સ્વયંભુ જ વૈશિષ્ટ્ય પ્રાપ્ત થયું હતું. દાસબોધ, મનાચે શ્લોક, કરુણાષ્ટક આદિ એમના ગ્રંથ પરમાર્થના વિચારથી પરિપૂર્ણ હતા. એમના કતિપય અધ્યાયોના વિષય રાજનીતિક વિચારોથી પ્રભાવિત હતા.

તુકારામ તથા રામદાસના કાળખંડમાં વામન પંડિત, રઘુનાથ પંડિત, સામરાજ, નાગેશ તથા વિઠ્ઠલ આદિ શિવકાલીન આખ્યાનકર્તા કવિઓની એક લાંબી પંરપરા થઈ ગઇ હતી. શબ્દચમત્કાર, અર્થચમત્કાર, નાદ માધુર્ય અને વૃત્તવૈચિય ઇત્યાદિ આ આખ્યાનો પૈકીનાં વિશેષ છે. વામન નામક પંડિતની યથાર્થદીપિકા ગીતાટીકા એમની વિદ્વત્તાના કારણે અર્થગંભીર તેમ જ તત્ત્વાંગપ્રચુર બની ગઈ છે. સ્વપ્નમાં તુકારામનો ઉપદેશ પ્રાપ્ત કરનારા મહીપતિ પ્રાચીન મરાઠીના વિખ્યાત સંત ચરિત્રકાર થઇ ગયા છે. કૃષ્ણદયાર્ણવનો “હરિવરદાં” તથા શ્રીધર કવિનો હરિવિજય અને રામવિજય આદિ ગ્રંથ સુબોધ તેમ જ રસપૂર્ણ હોવાને કે કારણે આબાલ વૃદ્ધોને ખુબ પંસદ પડ્યો હતો. આ પરમાર્થપ્રવૃત્ત પંડિતોની પરંપરામાં મોરોપંતનું વિશિષ્ટ સ્થાન છે. એમના રચેલા આર્યા ભારત, ૧૦૮ રામાયણ તથા સેંકડો ફુટકર કાવ્યરચનાઓ ભાષાપ્રભુત્વ તેમ જ સુરસ વર્ણનશૈલીના કારણે વિદ્વન્માન્ય થઈ છે.

પેશવાઓના સમયમાં “શાહિરી” (રાજાશ્રિત) કવિઓએ મરાઠી કાવ્યને અલગ જ રૂપ રંગ પ્રદાન કર્યું.

Iklan

Tinggalkan Balasan

Isikan data di bawah atau klik salah satu ikon untuk log in:

Logo WordPress.com

You are commenting using your WordPress.com account. Logout /  Ubah )

Foto Google+

You are commenting using your Google+ account. Logout /  Ubah )

Gambar Twitter

You are commenting using your Twitter account. Logout /  Ubah )

Foto Facebook

You are commenting using your Facebook account. Logout /  Ubah )

Connecting to %s